ભારતી વિધાલય શાળામાં ઉજવાયો રાષ્ટ્રીય પર્વ

મોરબી – ૨ વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં 77 મો પ્રજાસતાક દિન ઉજવાયો. જેમાં દેશની આન – બાન – શાન ગણાતા તિરંગાને સલામી આપવા વાલીશ્રી, વિદ્યાર્થી અને મહેમાનો આવેલ. શાળામાં ધ્વજ રોટરી ક્લબ ઓફ મોરબી પરિવાર દ્વારા ફરકાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શ્રી લાલજીભાઈ મહેતા ( ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી જિલ્લા પ્રમુખ ) શ્રી દિલીપભાઈ અગેચાણીયા ( મોરબી બાર એશોસીએશન પ્રમુખ ), શ્રી મેઘરાજસિંહ ઝાલા ( ગ્રુપ ઓફ શ્રી શક્તિ મેડિકલ ) શ્રી જીલેશભાઈ કાલરીયા ( અધ્યક્ષ VHP મોરબી જિલ્લા ) શ્રી પિયુષભાઇ બોપલીયા ( યુવા આર્મી ગ્રુપ ), ઇન્ડિયન લાયોનેસ ક્લબ,ઘનશ્યામસિંહ ઝાલા, કમલેશભાઈ મહેતા, કેતનભાઈ મહેતા,મોરબી જિલ્લા મહિલાકરણી સેના,પ્રફુલ્લાબેન કોટેચા અને રઘુવીરસિંહ ઝાલાએ હાજરી આપી વિધાર્થીઓની કૃતિ નિહાળી.
શાળામાં આજના દિવસે ભારતમાતાનું પૂજન કરવામાં આવેલ તેમજ ગણતંત્ર દિવસની માહિતી પણ આપવામાં આવેલ.તે સાથે દેશભક્તિ ગીત ઉપર સાંસ્કૃતિક ડાન્સ વિદ્યાર્થીઓએ રજુ કરેલ જેમાં સૈનિકની ગાથા – 4 યુગ થીમ – ઓપરેશન સિંદૂર થીમ અને લાલો કૃષ્ણ થીમ ડાન્સે આવેલ સૌ કોઈ મહેમાનો અને વાલીઓનું મન મોહી લીધેલ હતું તેની સાથે વિધાર્થીઓને રમતોત્સવના ઇનામ વિતરણ પણ એનાયત કરવામાં આવેલ.
આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળા સંચાલક શ્રી કૌશલભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.શાળા પ્રમુખ શ્રી હિતેષભાઇ મહેતાએ દરેક વિદ્યાર્થીઓને ખુબ અભિનંદન પાઠવેલ તેમજ રાષ્ટ્રીય પર્વ વિશે વિશેષ માહિતી સૌને આપેલ અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવતા શાળાના તમામ શિક્ષકોનો અને આવેલ સૌ મહેમાનો ને વાલીગણનો આભાર વ્યક્ત કરેલ.














