જિલ્લા કક્ષાનો ૭૭ મો ધ્વજ વંદન કાર્યક્મ ઓગડ તાલુકાના થરા ખાતે યોજાયો.
જિલ્લા કક્ષાનો ૭૭ મો ધ્વજ વંદન કાર્યક્મ ઓગડ તાલુકાના થરા ખાતે યોજાયો.

જિલ્લા કક્ષાનો ૭૭ મો ધ્વજ વંદન કાર્યક્મ ઓગડ તાલુકાના થરા ખાતે યોજાયો.
બનાસકાંઠાનો જિલ્લા કક્ષાનો ૭૭ મો ધ્વજવંદન કાર્યક્રમ નવ નિર્મિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૬ ને સોમવાર ના રોજ સવારે યોજાયો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને પરેડનું નિરીક્ષણ કરી સલામી આપવામાં આવી હતી. ૭૭ મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી.૧૪ જેટલા વિવિધ વિભાગોના ટેબ્લોનું પ્રદર્શન કરાયું હતું. ઓગડ તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેકટર મિહિર પટેલે જિલ્લા વિકાસ અધિકારીને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરી સારી કામગીરી કરનાર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર થરાના અધિક્ષક અને જનરલ સર્જન ડૉ. ભરતભાઈ ચૌધરી સહીત જિલ્લાના અધિકારીઓ અને સમાજ સેવા કરનાર નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પીએમશ્રી અનુપમ પ્રાથમિક શાળા નં.-૨,શ્રી ઓગડવિદ્યા મંદિર સહીત અનેક શાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજીબાપુ,જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે,ડી. ડી.ઓ.,ઓગડ તાલુકાના ઈન્ચાર્જ મામલતદાર ભાવેશ દેસાઈ,થરા પી.આઈ.કે.બી. દેસાઈ ધારાસભ્યો અનિકેત ઠાકર,અમૃતજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, અણદાભાઈ પટેલ, હરગોવનભાઈ શિરવાડીયા, ભારતસિંહ ભટેસરીયા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ,ગીરીશભાઈ પટેલ,બાબુભાઈ ચૌધરી, ચેતનાબેન સોની,ભારતીબેન અખાણી,કિરીટભાઈ અખાણી, રસિકભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ પરમાર,રફીકભાઈ વકીલ,દશરથભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર, રાયમલભાઈ ચૌધરી સહિતના મહેમાનો અને જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦







