ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ – વાવકંપા ગામે લગ્નગ્રંથિએ જોડાતા પહેલાં દુલ્હને રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશપ્રેમને પ્રથમ સ્થાન આપ્યું

અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ – વાવકંપા ગામે લગ્નગ્રંથિએ જોડાતા પહેલાં દુલ્હને રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશપ્રેમને પ્રથમ સ્થાન આપ્યું


મેઘરજ તાલુકાના વાવકંપા ગામે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન દેશભક્તિનું અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું હતું. લગ્નગ્રંથિએ જોડાવા પહેલાં દુલ્હને રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશપ્રેમને પ્રથમ સ્થાન આપ્યું હતું.26મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભાવનાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દેશના વીર જવાનોને સ્મરણ કરવામાં આવ્યા હતા.આ દરમિયાન મેઘરજ તાલુકાના વાવકંપા ગામે એક વિશેષ પ્રસંગ નોંધાયો હતો. ગામની કૃપાલીબેન ગણપતભાઈ પટેલ (ઉંમર 25 વર્ષ) 26મી જાન્યુઆરીના રોજ લગ્નગ્રંથિએ જોડાવા જઈ રહ્યા હતા. લગ્નના મંગળફેરા પહેલા વહેલી સવારે ઇડરથી પરણવા આવેલા વરરાજા સાથે દુલ્હન વાવકંપા ગામની શાળામાં પહોંચ્યા હતા.શાળા પરિવાર, ગામના આગેવાનો તથા લગ્નમાં આવેલા મહેમાનોની હાજરીમાં કૃપાલીબેનના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે સૌ કોઈએ દેશભક્તિને પ્રથમ મહત્વ આપ્યું હતું.લગ્ન જેવા પવિત્ર પ્રસંગે પણ રાષ્ટ્રપ્રેમને પ્રાથમિકતા આપી કૃપાલીબેન અને તેમના પરિવારે સમાજમાં દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઘટનાથી સમગ્ર ગામમાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી ગઈ હતી

Back to top button
error: Content is protected !!