ડો.વિવેકની વિવેકી અને સમર્પિત સેવાઓ છે.–DDO DWARKA DIST.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી: મેડિકલ ઓફિસર ડૉ. વિવેકભાઈ શુક્લાનું સન્માન
જામનગર (ભરત જી.ભોગાયતા)
૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા અને ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મેડિકલ ઓફિસર ડૉ. વિવેકભાઈ વી. શુક્લાને તેમની પ્રશંસનીય કામગીરી અને ફરજ નિષ્ઠા બદલ ‘પ્રશસ્તિપત્ર’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી એ. બી. પાંડોર (IAS) દ્વારા ડૉ. શુક્લાની નિષ્ઠા, પ્રામાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ડૉ. વિવેકભાઈની કામ કરવાની શૈલી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે. તેમની ઉત્કૃષ્ટ સેવાઓ અને વહીવટી કાર્યક્ષમતાને ધ્યાને રાખીને આ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અન્ય પદાધિકારીઓ અને કર્મચારીઓએ પણ ડૉ. શુક્લાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

ડો. વિવેકને પાઠવાયેલા પ્રશસ્તિપત્રની વિગતો જોઇએ તો…….
__________
પ્રજાસત્તાક પર્વની ઉજવણી-૨૦૨૬ જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા
प्रशस्तिपत्र
જિલ્લા પંચાયત કચેરી, પ્રજાસત્તાક પર્વ-૨૦૨૬ના અવસર પર જિલ્લા પંચાયત ખાતે ઉજવણી નિમિતે શ્રી ડૉ. વિવેકભાઈ વી. શુકલા, મેડીકલ ઓફિસર, દેવભૂમિ દ્વારકામાં તરીકેની તમોની કામગીરી અને ફરજ નિષ્ઠાની સહર્ષ નોંધ લેવામાં આવે છે. તમોએ સંપૂર્ણ વિવેકી, કર્મનિષ્ઠ તથા કામને સમર્પિત કર્મચારી હોવાનું પ્રસ્થાપિત કર્યું છે. પ્રમાણિકતા તથા કર્મનિષ્ઠાથી કામ કરવાનું તમારું વલણ અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારુપ બને તેવા શુભ આશયથી આપની પ્રમાણિકતા અને કનિષ્ઠાને હું બિરદાવું છું તથા અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવું છું. આપની ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવે છે.
તારીખઃ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬
સ્થળ : જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા
એ.બી.પાંડોર IAS
જિલ્લા વિકાસ અધિકારી દેવભૂમિ દ્વારકા
_____________
ઉલ્લેખનીય છે કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ઉજ્જવળ કારકીર્દી ઘડનારા ડો. વિવેક (રામભાઇ)એ તેઓના પીતાશ્રી અને સુપ્રસિદ્ધ વૈદ્ય ડો. વી.ડી.શુકલા સાયબનો આયુર્વેદ શાસ્રનો વારસો સુપેરે જાળવ્યો છે.






