GUJARATHALOLPANCHMAHAL

હાલોલના બાસ્કા ગામે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગૌસુદ્દીન રિફાઇ કમિટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો,85 યુનિટ રક્ત એકત્ર કરાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૧.૨૦૨૬

હાલોલ તાલુકા ના બાસ્કા ગામ ખાતે 26 મી જાન્યુઆરીના દિવસે ગ્રામ પંચાયત માં એકતા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગૌસુદ્દીન રિફાઇ કમિટી દ્વારા ઇન્દુ બ્લડ બેન્ક વડોદરાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવા માં આવ્યું હતુ.કહેવાય છે કે માનવજીવન અમૂલ્ય છે જેનું કોઈ જ મોલ ના આંકી શકાય ઈશ્વર ની અનેરી અને શબ્દો માં ન વર્ણવી શકાય તેવી અનોખી ભેટ છે અને તેને બચાવવાનું સૌથી પવિત્ર કાર્ય છે રક્તદાન,કોઈ વ્યક્તિને અકસ્માત, શસ્ત્રક્રિયા કે ગંભીર બીમારીમાં જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે એક દાતા નું રક્ત તેની જીવદોરી બની શકે છે. તેથી જ કહેવાય છે “રક્તદાન એ મહાદાન છે.રક્તદાન એ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક સ્વસ્થ વ્યક્તિ જ્યારે પોતાનું થોડું રક્ત આપે છે, ત્યારે તેની મદદથી બીજાને જીવન મળે છે. રક્તદાન થી દાતા કમજોર થતો નથી અને શરીરમાં નવું રક્ત ઝડપથી બને છે જે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.રક્તદાન માટે કોઈ મોટી સંપત્તિ કે શક્તિની જરૂર નથી માત્ર ઈચ્છા અને માનવતાનો ભાવ પૂરતો છે. આજના સમયમાં હોસ્પિટલોમાં રક્તની અછત જોવા મળે છે. અનેક દર્દીઓ સમયસર લોહી ન મળવાને કારણે જીવ ગુમાવે છે. જો દરેક વ્યક્તિ વર્ષમાં બે વખત પણ રક્તદાન કરે તો અનેક જીવ બચાવી શકે છે. જેનું ઉદાહરણ બાસ્કા ના નૌજવન યુવાનો એ ખરું કરી બતાવ્યું છે, દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ટ્રસ્ટ ના સભ્ય હાલોલ તાલુકા ના બાસ્કા ગામ ખાતે 26 મી જાન્યુઆરી ના દિવસે ગ્રામ પંચાયત માં એકતા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગૌસુદ્દીન રિફાઇ કમિટી દ્વારા ઇન્દુ બ્લડ બેન્ક વડોદરા સાથે મળી ને રક્તદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં આ વર્ષે પણ ટ્રસ્ટ ના પ્રમુખ ઈરફાન મિયાં એસ.શેખ અને ગૌશુદ્દીન રિફાઇ કમિટી ના ખલીફા ઝહીર અબ્બાસ આઈ દ્વારા ઓટલે ઓટલે જઈ અને દુકાને દુકાને ફરી ને ખડે પદ રક્તદાન ના પેમ્પલટો બાસ્કા ની ગલી કુંચા ઓ માં વહેતા કરીને સેવા નું કાર્ય કર્યું હતું જેથી તેઓની મહેનત 26મી જાન્યુઆરી ના દિવસે રંગ લાવી અને દેશ ની ગરીબ જનતા કે જેઓ લોહી ખરીદી ને પોતા ના દર્દી ને ચઢાવી નહીં શકતા તેવા ગરીબો માટે એક ડેડિકેશન આપ્યું હતું,વધુમાં ઝહિરઅબ્બાસ મકરણી એ પોતાની રિફાઇ કમિટી ના તમામ મેમ્બર્સ ને ખાસ કરી ને લોહી આપવા માટે આવાહન પાઠવ્યું હતું. જ્યારે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના આગેવાન મેમ્બર ની કમિટી ના તમામ સભ્યોએ હાજરી આપી હતી અને ખડે પગે રહી ને ગામ બાસ્કા ના રહીશો દ્વારા 85 યુનિટ રક્તદાન કરી કરાવી યોગદાન ને સફળતા બન્યું હતું અને તમામ રક્તદાતા ઓ નું આભાર વ્યક્ત કર્યું હતું.જ્યારે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના આગેવાન મેમ્બર અબ્દુલ મુનાફ તથા એડવોકેટ સલમાન એમ મકરાણી તથા કમિટી ના તમામ સભ્યોએ હાજરી આપી હતી અને ખડે પગે રહી ને ગામ બાસ્કા ના રહીશો દ્વારા 85 યુનિટ રક્તદાન કરી કરવી “સુભાષ ચંદ્ર બોસ ના નારા સાથે તું મુખે ખૂન દો મે તુમ્હે આઝાદી દુંગા” યોગદાન ને સફળતા બન્યું હતું અને તમામ રક્તદાતા ઓ નું આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!