MORBI:મોરબી( 2)ના સર્કિટ હાઉસ નજીક મફતિયાપરામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

MORBI:મોરબી( 2)ના સર્કિટ હાઉસ નજીક મફતિયાપરામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસ સામે ભારતપર મફતિયાપરામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામા કાંઠે આવેલ સર્કિટ હાઉસ સામે ભારતપર મફતીયાપરામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રાજુભાઇ સવસીભાઇ દેલવાણીયા (ઉ.વ.૧૯) રહે.ઘુંટ ગામ આઇ.ટી.આઇ. કોલેજની પાછળ ઝુપડામાં મુળ ગામ સરવડ તા.માળીયા, પ્રતાપભાઇ સવસીભાઇ દેલવાણીયા (ઉ.વ.૨૮) રહે.ઘુંટ ગામ આઇ.ટી.આઇ. કોલેજની પાછળ ઝુપડામાં મુળ ગામ સરવડ તા.માળીયા (મિં), અર્જુનભાઇ વિરમભાઇ કુંઢીયા (ઉ.વ.૨૦) રહે.ભીમસર ગંજીવાડા વેજીટેબલ રોડ મોરબીવાળાને રોકડા રૂપિયા 33200 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે







