MORBI:મોરબીના સો ઓરડીમા અગાઉના મનદુઃખનો ખાર રાખી દંપત્તિ પર પાંચ શખ્સો દ્વારા ધારીયા વડે હુમલો કર્યો

MORBI:મોરબીના સો ઓરડીમા અગાઉના મનદુઃખનો ખાર રાખી દંપત્તિ પર પાંચ શખ્સો દ્વારા ધારીયા વડે હુમલો કર્યો
મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ સો ઓરડી મેલડી માતાજીના મંદિર પાસે અગાઉના મનદુઃખનો ખાર રાખી દંપત્તિ પર પાંચ શખ્સોએ ધારિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ સો ઓરડી મેલડી માતાજીના મંદિરની બાજુમાં રહેતા પ્રભાબેન પ્રભાબેન રમેશભાઈ સિચણાદા (ઉ.વ.૫૫) એ વિવેક કિશોરભાઇ ધોળકીયા, ગુલાબબેન કિશોરભાઇ ધોળકીયા, વિવેકના મોટાભાઇ ભાયાની પત્ની, વિવેકના ભાઇજી રાજુભાઇની પત્ની, વિવેકના બેન વિક્કીના પત્ની રહે બધ્ધા સો.ઓરડી મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી સાથે અગાઉના મન દુખ બાબતે ખાર રાખી આરોપીઓએ ફરિયાદીને વારાફરતી ગાળો આપી ફરિયાદીને ઢીકા પાટુ નો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી તેમજ સાથી રમેશભાઈ સિચણાદાને ઉંધા ધારિયા વડે શરીર પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળ તપાસા ધરી છે






