
ભારતનું ફોરેક્સ રિઝર્વ ૧૬મી જાન્યુઆરીના સપ્તાહે ૧૪.૧૬૭ અબજ ડોલર વધીને ૭૦૧.૩૬ અબજ ડોલર થયું છે તેમ રિઝર્વ બેંકે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.
ગોલ્ડ અને અન્ય નોન-ડોલર એસેટના વેલ્યુએશનમાં બમ્પર વધારાના જોરે ૧૬મી જાન્યુઆરીના સપ્તાહે રિઝર્વમાં આવેલો ઉછાળો માર્ચ મહિના બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. ગત સપ્તાહે કુલ રિઝર્વ ૩૯.૨ કરોડ ડોલર વધીને ૬૮૭.૧૯૩ બિલિયન ડોલર થયું હતુ.
સપ્ટેમ્બર ૨૦૨૪માં રિઝર્વ ૭૦૪.૮૯ બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું હતું. જોકે ત્યારબાદથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોના એકતરફી આઉટફ્લોને કારણે રિઝર્વમાં ઘટાડો જ થઈ રહ્યો હતો.
૧૬ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, ફોરેન કરન્સી એસેટ ૯.૬૫૨ બિલિયન ડોલર વધીને ૫૬૦.૫૧૮ બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સપ્તાહે સૌથી મહત્વનો આંકડો ગોલ્ડ રિઝર્વનો હતો. આરબીઆઈએ જણાવ્યું કે સોનાના ભંડારનું મૂલ્ય ૪.૬૨ અબજ ડોલર વધીને ૧૧૭.૪૫ અબજ ડોલર થયું છે.આ સિવાય સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (એસડીઆર) ૩.૫ કરોડ ડોલર ઘટીને ૧૮.૭૦૪ અબજ ડોલર થયા છે. રિપોર્ટિંગ સપ્તાહે આઈએમએફ પાસે રહેલ ભારતની રિઝર્વ પણ ૭.૩ કરોડ ડોલર ઘટીને ૪.૬૮ અબજ ડોલર થઈ ગઈ છે.
Nikhil Bhatt
Business Editor
Investment Point
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો / www.nikhilbhatt.in ને આધીન...!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in




