બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
સમગ્ર દેશમાં થઇ રહેલી ૭૭માં ગણતંત્ર દિનની ઉજવણી અંતર્ગત નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત બી.એડ.કોલેજ થવા ગ્રાઉન્ડ ખાતે નેત્રંગ મામલતદાર કે.પી.પટેલના હસ્તે ધ્વજવંદન કરી તાલુકા કક્ષાના ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રશસ્તિ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આવ્યા આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, નેત્રંગ પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવા, તાલુકા શિક્ષણ અધિકારી, ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવાના મંત્રી માનસિંહ માંગરોલા,
પ્રમુખ યોગેશ જોશી, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો, સંસ્થા સભ્યો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા
હતા.



