
ડેડિયાપાડામાં વીબી જી રામજી યોજનાનો વર્કશોપ યોજાયો
તાહિર મેમણ – ડેડીયાપાડા – 27/01/2025 – ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે વીબી જી રામજી યોજના અંગે માહિતી આપવા માટે એક વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપ પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ આટોદરિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નર્મદા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.
વર્કશોપ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, મનરેગા યોજનામાં ફેરફાર કરીને અમલમાં મુકવામાં આવેલી વીબી જી રામજી યોજના લોકો માટે વધુ રોજગારલક્ષી, વિકાસલક્ષી અને લાભદાયક બનશે.આ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારની તકો વધારશે, પાયાની સુવિધાઓનું નિર્માણ કરશે અને આદિવાસી તથા ગ્રામ્ય જનતાને આર્થિક રીતે સશક્ત બનાવશે.




