દિયોદર ભાભર હાઇવે રોડ પર પડેલ ખાડા રીક્ષા ચાલકે જાતે પુરી દીધા .. તંત્ર ની ઘોર બેદરકારી
દિયોદર ભાભર હાઇવે રોડ પર પડેલ ખાડા રીક્ષા ચાલકે જાતે પુરી દીધા .. તંત્ર ની ઘોર બેદરકારી
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

દિયોદર ભાભર હાઇવે લુદ્રા ગામ પાસે રોડ પર પડેલ ખાડાએ એક નો જીવ લીધો છતાં પણ તંત્ર તમાશો જોઈ રહ્યું છે 10 દિવસ પહેલા આ ખાડા ના કારણે અકસ્માત સર્જાયો હતો ને ટેન્કર ચાલક મોત ને ભેટ્યો હતો
વાવ થરાદ જિલ્લાના દિયોદર જવાબદાર તંત્ર સામે ફરી એક વખત સવાલો ઉઠ્યા છે જેમાં દિયોદર ભાભર હાઈવે પર લુદરા પાસે મુખ્ય માર્ગ પર પડેલ ખાડાઓનું રિપેરિંગ કામ ન થતા સ્થાનિક રિક્ષા ચાલકે 26મી જાન્યુઆરીએ જાતે ખાડાઓ પૂરી તંત્રને સણસણ તો જવાબ આપ્યો છે વાવ થરાદ દિયોદર ભાભર હાઈવે લુદરા પાસે છેલ્લા ઘણા સમય થી ખાડાઓ પડ્યા હતા જેના કારણે અનેક વખત અકસ્માતની ઘટના બનતી હતી જેમાં 26 મી જાન્યુઆરીએ લુદરા ગામના એક રીક્ષા ચાલકે ફરી અકસ્માતની ઘટના ના બને તે અંગે જાતે સિમેન્ટ અને રેતી લાવી જાતે ખાડાઓ પૂરી તંત્રને સણસણ તો જવાબ આપ્યો હતો ભાભર દિયોદર મુખ્ય હાઇવે પર ખાડાઓ ના કારણે અનેક વખત અકસ્માતના બનાવો બનતા હોવા છતાં જવાબદાર તંત્રનું પેટનું પાણી પણ હલતું ના હતું જેમાં લુદરા ગામના રીક્ષા ચાલક વિનોદભાઈ ચૌહાણે મનાવતા દાખવી આ ખાડાઓ પૂર્યા હતા જેને લઈ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો જો કે સમગ્ર મામલે રીક્ષા ચાલકે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આ હાઇવે રોડ પર પડેલ ખાડો ઘણા સમય થી હતો અને વાહનચાલકો ને ખૂબ મુશ્કેલી વેઠવી પડતી હોવા ના કારણે મને વિચાર આવ્યો અને મેં રેતી સિમેન્ટ પોતાના ખર્ચે લાવી ને આ ખાડા ને સમતોલ કર્યો હતો એટલે વાહન ચાલકો ને કોઈ નુકસાન ન થઈ તેમ તેમણે જણાવ્યું હતું જેમાં સ્થાનિક લોકો નું પણ કહેવું છે કે આ ખાડો ઘણા સમય થી છે પરંતુ રોડ ખાતું આ બાબતે બિલકુલ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે અને થોડા દિવસો પહેલા અહીં ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અને ટેન્કર ચાલક નું મોત નીપજ્યું હતું તો આ અંગે તંત્ર આ રોડ પર પડેલ ખાડો ઝડપી રીપેર કરે તેવી માંગ ઉઠી છે




