AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

બૅંક કર્મચારીઓએ ફાઇવ ડેઝ બૅંકિંગ માટે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું

દેશભરના બૅંક કર્મચારીઓએ પોતાની વર્ષો જૂની અને પડતર માંગણી ફાઇવ ડેઝ બૅંકિંગ માટે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયનના નેજા હેઠળ આયોજિત આ હડતાળને કારણે બૅંકિંગ સેવાઓ ખોરવાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણી પ્રત્યે સરકારના ઉદાસીન વલણ સામે રોષ પ્રગટ કરવા માટે કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને પગલે નાણાકીય વ્યવહારો પર મોટી અસર જોવા મળી રહી છે.

આ આંદોલનના ભાગરૂપે અમદાવાદમાં બૅંક કર્મચારીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અમદાવાદના ઇન્દુલાલ યાજ્ઞિક પાર્કથી શરુ થઈ વલ્લભ સદન સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવા કર્મચારીઓ પ્લે-કાર્ડ્સ અને બેનરો સાથે જોડાયા હતા. સૂત્રોચ્ચાર અને નારાબાજી સાથે કર્મચારીઓએ મક્કમ રીતે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી.

આંદોલનમાં બૅંક કર્મીઓએ માગ કરી છે કે, કર્મચારીઓનો આક્ષેપ છે કે વર્ષ 2015થી સરકાર દ્વારા ‘5 દિવસના બૅંકિંગ’ માટે સૈદ્ધાંતિક સંમતિ આપવામાં આવી હોવા છતાં તેનો અમલ કરાયો નથી. કર્મચારીઓએ તર્ક આપ્યો હતો કે જો RBI અને LIC જેવી સંસ્થાઓમાં 5 દિવસનું કાર્યકારી અઠવાડિયું અમલી હોય, તો કોમર્શિયલ બૅંકોમાં આ ભેદભાવ કેમ? સતત વધતા કામના ભારણ વચ્ચે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક સમય માટે 5 દિવસની કાર્યપ્રણાલી અનિવાર્ય છે.

જો ભારત વિકસિત અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું હોય, તો બૅંકિંગ સુવિધાઓ અને કાર્યપદ્ધતિ પણ વૈશ્વિક માપદંડો મુજબ હોવી જોઈએ.

યુનિયનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે આ બાબતે કોઈ નક્કર નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Back to top button
error: Content is protected !!