
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાના સી.કે.એમ. કન્યા વિદ્યાલય ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી : આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન અને ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજાયો
મુંદરા,તા.27: દેશભરમાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુંદરા ખાતે આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટની માતૃ સંસ્થા સી.કે.એમ. કન્યા વિદ્યાલયના પટાંગણમાં ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના મંત્રીશ્રી કિશોરસિંહ પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી.
આ ગૌરવશાળી અવસરે ટ્રસ્ટ સંચાલિત વિવિધ શૈક્ષણિક શાખાઓ જેવી કે બી.એડ. કોલેજ, પી.ટી.સી. કોલેજ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા, સી.કે.એમ. કન્યા વિદ્યાલય અને આર.ડી. પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, શૈક્ષણિક સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદન બાદ ‘સીમા જાગરણ મંચ – પૂર્વ કચ્છ’ દ્વારા ભારત માતાના પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારત માતાની આરતી ઉતારી અને પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારો, કારોબારી સદસ્યો, મુંદરા-બારોઈ નગરપાલિકાના અધિકારીશ્રીઓ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને શહેરના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.












વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




