
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ‘ચૂંટણી પ્રભારીઓ’ની યાદી જાહેર : સંગઠનને મજબૂત બનાવવા કવાયત
મુંદરા,તા.27: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગમાં વિજય મેળવવાના સંકલ્પ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનાત્મક માળખામાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ દ્વારા જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓ અને ૭ મુખ્ય શહેરો માટે પ્રભારીઓની નિમણૂક કરી તેમને જવાબદારી સોંપવામાં આવી છે.
જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ગનીભાઈ કુંભારના જણાવ્યા અનુસાર આ પ્રભારીઓ આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી, પક્ષના પ્રચાર-પ્રસાર અને સ્થાનિક સંગઠન સાથે સંકલન સાધવાનું કામ કરશે.
તાલુકા મુજબ નિમણૂક પામેલા પ્રભારીઓની યાદી:
* ગાંધીધામ મહાનગરપાલિકા: ભરતભાઈ ઠક્કર, મનીષભાઈ અજીતભાઈ ચાવડા
* રાપર તાલુકો: ભચુભાઈ આરેઠીયા, વિનોદભાઈ ધનજીભાઈ ઠાકોર
* ભચાઉ તાલુકો: ભરતભાઈ સોલંકી, વિભાભાઈ રબારી
* અંજાર તાલુકો: નિતેશભાઈ લાલણ, અરજણભાઈ ખાટરીયા
* મુન્દ્રા તાલુકો: વાલજી દનિચા, ભુપેન્દ્રસિંહ જાડેજા
* માંડવી તાલુકો: યજુવેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઈ ગઢવી
* ભુજ તાલુકો: અરજણભાઈ ભુડિયા, એચ.એસ. આહીર
* નખત્રાણા તાલુકો: રામદેવસિંહ જાડેજા, રાજેશભાઈ સોની
* લખપત તાલુકો: પી.સી. ગઢવી, રાણુભા જાડેજા
* અબડાસા તાલુકો: મામદભાઈ જંગ, રમેશભાઈ ગરવા
શહેર મુજબ નિમણૂક પામેલા પ્રભારીઓની યાદી:
* ભુજ શહેર: આદમભાઈ ચાકી, નવલસિંહ જાડેજા
* અંજાર શહેર: સમીપભાઈ જોશી, હકુભા જાડેજા
* નખત્રાણા શહેર: ડો. શાંતિલાલ સેંઘાણી, અશ્વિન રૂપારેલ
* મુન્દ્રા શહેર: સલીમભાઈ જત, કલ્પનાબેન જોશી
* માંડવી શહેર: ખેરાજ ગઢવી, હાજી આદમ થૈયામ
* ભચાઉ શહેર: બળવંતસિંહ જાડેજા, રાધાસિંગ ચૌધરી
* રાપર શહેર: અલ્પેશ ચંદે, રમજુભાઇ રાઉમા
આ નવનિયુક્ત પ્રભારીઓ જે-તે વિસ્તારના તાલુકા અને શહેર પ્રમુખો સાથે સંકલન સાધીને કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ મજબૂત બનાવશે. જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ટીમ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




