MORBI:રાજ્ય કક્ષા મંત્રી કાંતિલાલ અમૃતિયા અને રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં મોરબીના સરવડ અને જામનગરના જોડિયા ખાતે સાયકલ રેલી યોજાશે

MORBI:રાજ્ય કક્ષા મંત્રી કાંતિલાલ અમૃતિયા અને રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં મોરબીના સરવડ અને જામનગરના જોડિયા ખાતે સાયકલ રેલી યોજાશે
રાજયકક્ષા મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા અને શ્રી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તથા રાજકોટ એવિયેશન સિક્યુરિટી ગ્રુપના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી અમનદીપ સિરસવાના માર્ગદર્શન હેઠળ મોરબીના સરવડ ખાતે તા.30/01/2026ના રોજ અને જામનગરના જોડિયા ખાતે તા.31/01/2026ના રોજ સાયકલ રેલીનું આયોજન થશે.
આ સાયકલ રેલીનું આયોજન મોરબીના સરવડ સ્થિત પટેલ સમાજ વાડી સાંજે 06.00 કલાકે તથા જામનગરના જોડિયા સ્થિત પટેલ સમાજ વાડી ખાતે બપોરે 12 કરવામાં આવશે. જેમાં સી.આઈ.એસ.એફ.ના સાયકલ વીરોનું સન્માન, સી.આઈ.એસ.એફ.ની ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા ડેમો, યોગ પ્રદર્શન, સાંસ્કૃતિક કૃતિઓ સહિત સાયકલ વીરોને ફ્લેગ ઓફની કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાયકલ વીરોનો ઉત્સાહ વધારવા ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી અમનદીપ સિરસવાએ નાગરિકોને અનુરોધ કર્યો છે.









