MORBI:રાજ્યકક્ષાએ મોરબીની વાસ્મો કચેરીના યુનિટ મેનેજરનું ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકે સન્માન; જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિવાદન કરાયું

MORBI:રાજ્યકક્ષાએ મોરબીની વાસ્મો કચેરીના યુનિટ મેનેજરનું ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકે સન્માન; જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિવાદન કરાયું
જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ જળ જીવન મિશનની કામગીરીની સમીક્ષા માટે DWSC ની બેઠક યોજાઈ
મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ જળ જીવન મિશનની કામગીરીની સમીક્ષા માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ – DWSC ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાજેતરમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યવ્યાપી ઉજવણીના અવસરે પાણી પુરવઠા વડી કચેરી, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મોરબી વાસ્મો (WASMO) કચેરીની ઉત્કૃષ્ટ કામગીરીની કદર રૂપે યુનિટ મેનેજરને રાજ્યકક્ષાના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે જે ગૌરવવંત સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાસ્મો ટીમને વિશેષ બહુમાન આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોરબી વાસ્મો કચેરીના યુનિટ મેનેજરને તેમની પ્રસંશનિય સેવાઓ બદલ ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકેનું પ્રમાણપત્ર અને ₹૭,૦૦૦ નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા વહીવટી તંત્ર વતી વાસ્મો ટીમનું વિશેષ સન્માન કરી રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાની શ્રેષ્ઠ કામગીરીનું પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લાના જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતા માટે પાણી પુરવઠા બોર્ડ હેઠળ રિજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોની સૈદ્ધાંતિક મંજૂરી, જલ અર્પણ કાર્યક્રમ, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની નિભાવણી, ગ્રામ્ય કક્ષાએ પાણીવેરાની વસૂલાત અને પાણીવેરા વસૂલાત પ્રોત્સાહન યોજના અને પાણી પુરવઠાને લગતી ફરિયાદોના ત્વરિત નિકાલ સહિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વાસ્મોના યુનિટ મેનેજરશ્રી તથા જિલ્લા પાણી પુરવઠા અધિકારીશ્રી એમ.એસ. દામાએ આ સફળતાનો શ્રેય જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સતત માર્ગદર્શન અને સમગ્ર ટીમની મહેનતને આપ્યો હતો.









