આણંદ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ 1 માં આવેલી 20 જેટલી દુકાનો તોડીને રસ્તો ખુલ્લો કરાયો

આણંદ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ 1 માં આવેલી 20 જેટલી દુકાનો તોડીને રસ્તો ખુલ્લો કરાયો
તાહિર મેમણ – આણંદ – 28/01/2026 – આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટીપી સ્કીમ 1 માં મહાત્મા ગાંધી સર્કલ થી ટૂંકી ગલીના નાકા સુધી 15.24 મીટર, 50 ફૂટ, TP 1 ફાઇનલ પ્લોટ નંબર 109/1,109/2,108 પ્લોટ પૈકી રોડની કપાતમાં આવેલ બાંધકામ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું જેમાં 20 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી અને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબર 1 માંથી પસાર થતા 15.24 કિલોમીટરના ટીપી રોડ આણંદ ટૂંકી ગલી થી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી સાર્વજનિક રોડ ઉપર દુકાનદારો દ્વારા બાંધકામ કરેલ છે. જે બાંધકામ દબાણ હોય, આ બાંધકામ દબાણ દૂર કરવા માટે ગુજરાત પ્રોવિનશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 અંતર્ગત ગત તારીખ 18 મી ડિસેમ્બરના રોજ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલ નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા ટીમ સાથે પહોંચી જઈને ટીપી સ્કીમ 1ના રોડ પૈકીનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.





