DAHODGUJARAT

દાહોદ રેલ્વે સ્ટેશન પર કરુણ અકસ્માત,ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ જીવલેણ સાબિત થયો દાહોદ રેલ્વે સ્ટેશન પર યુવકનું ટ્રેન નીચે આવી જતાં કમકમાટીભર્યું મોત

તા.૨૮.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

𝙳𝚊𝚑𝚘𝚍:દાહોદ રેલ્વે સ્ટેશન પર કરુણ અકસ્માત,ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ જીવલેણ સાબિત થયો દાહોદ રેલ્વે સ્ટેશન પર યુવકનું ટ્રેન નીચે આવી જતાં કમકમાટીભર્યું મોત

​દાહોદ રેલ્વે સ્ટેશન પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પ્લેટફોર્મ નંબર 3 પર નાસ્તો લેવા ઉતરેલા એક મુસાફરનું ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા ટ્રેન નીચે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ટ્રેન નંબર 22196 (બાંદ્રા-ઝાંસી એક્સપ્રેસ).દાહોદ રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ નંબર 3.આવી હતી જેમાં 47 વર્ષીય મહેન્દ્રકુમાર મુનિલાલ શર્મા​ જે ધૂરહુપૂર દેવકલી માર્કેટ, કેરાકાત અસ્વરા, જોનપુર (ઉત્તર પ્રદેશ).નો રહેવાસી છે ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી મહેન્દ્રકુમાર શર્મા બાંદ્રા-ઝાંસી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન દાહોદ સ્ટેશન પર રોકાતા તેઓ નાસ્તો લેવા માટે પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યા હતા. નાસ્તો લીધા બાદ ટ્રેન ઉપડી જતાં, તેમણે દોડીને ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો.​દુર્ભાગ્યવશ, ટ્રેનના પગથિયા પરથી તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ સીધા પાટા અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પટકાયા હતા. ટ્રેનના પૈડાં મુસાફરના મોઢાના ભાગે ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ અત્યંત દર્દનાક મોત નીપજ્યું હતું.આ ​ઘટનાની જાણ થતા જ રેલ્વે પોલીસ અને સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.ત્યારે રેલ્વે પ્રશાસન વારંવાર અપીલ કરે છે કે ક્યારેય પણ ચાલુ ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો, કારણ કે એક સેકન્ડની ઉતાવળ જીવલેણ સાબિત થઈ શકે છે

Back to top button
error: Content is protected !!