
તા.૨૮.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન પર માનવતા શરમાઈ! તંત્રની જીદ સામે ‘મોતનો મલાજો’ પણ હારી ગયો.
“રેલ્વેના પાટા પર જિંદગી કપાઈ ગઈ, પણ તંત્રનું હૃદય ન પીગળ્યું! શું લોખંડના નિયમો લાશની ગરિમા કરતા પણ મોટા છે? દાહોદ રેલ્વે સ્ટેશન પર બનેલી આ ઘટના જોઈને તમારી આંખોમાં પાણી અને વ્યવસ્થા સામે રોષ ચોક્કસ આવશે.”દાહોદ રેલ્વે સ્ટેશન પર ઉત્તર પ્રદેશના એક 47 વર્ષીય ઈસમનું ટ્રેનમાં ચડતી વખતે અકસ્માતે મોત નીપજ્યું. પરિવારનો દીવો બુઝાઈ ગયો, પ્લેટફોર્મ પર લોહીના ડાઘા રહી ગયા. કાયદાકીય કાર્યવાહી માટે GRP અને RPF ઘટનાસ્થળે પહોંચી, પંચનામું થયું, પણ અસલી લાચારી તો ત્યારબાદ શરૂ થઈ.જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ઝાયડસ હોસ્પિટલ લઈ જવાની વાત આવી, ત્યારે GRP એ સ્ટેશન માસ્ટર પાસે ‘સ્ટ્રેચર’ની માંગણી કરી. પણ જવાબ શું મળ્યો?સ્ટ્રેચર ફક્ત જીવતા અને ઈજાગ્રસ્તો માટે છે, મૃતકો માટે નહીં!”મૃતકો માટે તેમને અલગથી સ્ટ્રેચર ફાળવેલું છે એ સ્ટ્રેચર છે ભંગાર અને કાટ ખાધેલી હાલતમાં,મુસાફરોથી ધમધમતા પ્લેટફોર્મ પર બે કલાક સુધી મરણ જનાર વ્યક્તિની લાશ પડી રહી. લોકો ત્યાંથી પસાર થતા રહ્યા, પણ સ્ટેશન માસ્ટરનું મન ન માન્યું. આખરે, રેલ્વેની શાન ગણાતા સ્ટેશન પરથી GRP ના કબજામાં રહેલું એક વર્ષો જૂનું, ભંગાર હાલતનું અને કાટ ખાધેલું સ્ટ્રેચર કાઢવામાં આવ્યું. જે યુવક ટ્રેનમાં સપના લઈને ચડ્યો હતો, તેની ડેડબોડીને લોખંડના ભંગાર જેવા સ્ટ્રેચરમાં નાખીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવી પડી.રેલ્વે વિભાગના નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે:સ્ટેશન પર ફર્સ્ટ એઇડ બોક્સ અને સ્ટ્રેચરની સુવિધા અનિવાર્ય છે.જેમાં મુખ્ય હેતુ ઈજાગ્રસ્તોને મદદ કરવાનો છે, પરંતુ અકસ્માત કે અચાનક મૃત્યુ (UD Case) ના કિસ્સામાં મૃતદેહને ખસેડવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.જો સ્થાનિક પોલીસ (GRP/RPF) મંજૂરી આપે, તો સ્ટેશન માસ્ટર માનવતાના ધોરણે સ્ટ્રેચર આપી શકે છે.છતાં, દાહોદના સ્ટેશન માસ્ટરે મીડિયા સામે આવવાનું પણ ટાળ્યું અને ‘મીટિંગમાં હોવાનું’ કહી પોતાની જવાબદારીમાંથી છટકી ગયા.સવાલ નંબર ૧: શું રેલ્વે પ્રિમાઈસીસમાં મૃત્યુ પામેલા મુસાફર પ્રત્યે રેલ્વેની કોઈ નૈતિક જવાબદારી નથી? સવાલ નંબર ૨: રેલ્વેના હજારો કરોડના ‘કાયાકલ્પ’ પ્રોજેક્ટ્સ વચ્ચે એક મૃતદેહને સન્માનજનક રીતે ખસેડવા માટે એક સારું સ્ટ્રેચર નથી? સવાલ નંબર ૩: શું સ્ટેશન માસ્ટર માટે નિયમોના પાના માનવતા અને ‘મોતના મલાજા’ કરતા વધારે વજનદાર છે? એકબાજુ આપણે ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક રેલ્વેની વાતો કરીએ છીએ, અને બીજી બાજુ એક લાશને બે કલાક સુધી રઝળતી મૂકીએ છીએ. દાહોદની આ ઘટના રેલ્વે તંત્રના વહીવટ પર એક કાળો ડાઘ છે. મૃત્યુ પામનાર યુવક તો પાછો નહીં આવે, પણ આ સિસ્ટમમાં લાગેલો ‘સંવેદનહીનતાનો કાટ’ ક્યારે સાફ થશે?ભારતીય રેલ્વે વિભાગે આ મુદ્દે ગંભીર બની સુવિધાઓ પ્રોવાઇડ થાય તે માટે મક્કમ રહેવું પડશે





