Jasdan: સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત યોગથી સ્વસ્થ જીવન તરફ પગલું : જસદણમાં તાલુકા યોગ શિબિર યોજાઈ

તા.૨૮/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત જસદણ તાલુકા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫૦થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ, પ્રાણાયામ અને ધ્યાન અંગેની મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી, ઝોન કો-ઓર્ડિનેટર શ્રીમતી વંદનાબેન રાજાણી તથા જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રી હિતેશભાઈ કાચા દ્વારા યોગ, પ્રાણાયામ અને ધ્યાનથી સ્વાસ્થ્યને કેવી રીતે સશક્ત બનાવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાએ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા શારીરિક-માનસિક સ્વાસ્થ્ય મજબૂત બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. શિબિરનું આયોજન યોગ કોચ શ્રીમતી નીતાબેન મહેતા તથા અન્ય ટ્રેનરો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ યોગ શિબિરમાં નગરપાલિકા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ છાયાણી, સ્ટેટ રાણી સાહિબા શ્રીમતી અલૌકિકા બા, સહિતના આગેવાનોએ વિશેષ ઉપસ્થિત રહી યોગ સાધકોનો ઉત્સાહ વધાર્યો હતો.







