રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું.

સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સત્રની શરૂઆત નિમિત્તે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે છેલ્લું વર્ષ ભારતની ઝડપી પ્રગતિ અને વારસાની ઉજવણી તરીકે યાદગાર રહ્યું છે.
બજેટ સત્રની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના સંબોધનમાં સરકારની સિદ્ધિઓના ઉલ્લેખ કરતા કહ્યું કે છેલ્લું વર્ષ ભારતની ઝડપી પ્રગતિ અને વારસાની ઉજવણી તરીકે યાદગાર રહ્યું. તેમણે કહ્યું કે “વંદે માતરમ” ની 150મી વર્ષગાંઠ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. નાગરિકો આ મહાન પ્રેરણા માટે બંકિમચંદ્ર ચેટરજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હું સંસદમાં આ વિષય પર વિશેષ ચર્ચા કરવા બદલ તમામ સાંસદોને અભિનંદન આપું છું.
સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગૃહના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું અને વારસો અને વિકાસને લઇ સંદેશ આપ્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ દરમિયાન, વિપક્ષે મનરેગા, લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીર જેવા મુખ્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી લીધી છે.
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાને વેગ મળ્યો છે. ઓપરેશન સિંદૂર દ્વારા સમગ્ર વિશ્વએ ભારતીય સેનાની બહાદુરી જોઈ છે. ભારતીય સેનાએ આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો. મિશન સુદર્શન ચક્ર પર કામ ચાલી રહ્યું છે. આજે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. લાંબા સમયથી ચાલતા સમીકરણો બદલાઈ રહ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં, ભારત વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. આની પાછળ દૂરંદેશી વિદેશ નીતિની ભૂમિકા છે. વિશ્વભરના દેશો ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. ભારત એક સેતુ તરીકે કામ કરી રહ્યું છે. ભારતે માનવતાવાદી દ્રષ્ટિકાણને પ્રાથમિકતા આપી છે. ભારતે ગ્લોબલ સાઉથનો અવાજ બુલંદ કર્યો છે. જૂના સંબંધોને મજબૂત બનાવવાની સાથે સાથે નવા સંબંધો પણ વિકસાવવામાં આવ્યા છે. વૈશ્વિક રાજકારણનું અંતિમ ધ્યેય માનવતાની સેવા કરવાનું હોવું જોઈએ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાંનો એક છે. મારી સરકાર તે વારસાને જાળવવા અને સંવર્ધન કરવા માટે દરેક મોરચે કામ કરી રહી છે. મેકૌલેએ હીન ભાવના ભરવાનું કામ કર્યુ છે. મારી સરકાર પહેલ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો લાવ્યા છે. ભારતની પ્રગતિ વૈશ્વિક સ્તરે ગુંજી રહી છે. સરકારે પ્લે ઇન્ડિયા નીતિ લાગુ કરી છે. રમતગમત સંસ્થાઓને પારદર્શક બનાવવામાં આવી છે. દેશ સ્ટાર્ટઅપ હબ બન્યો છે. સોમનાથ મંદિર પર હુમલો થયો ત્યારથી હજાર વર્ષની યાત્રા ભારતની સામાજિક નિષ્ઠાનું પ્રતીક છે. હસ્તપ્રતોને સાચવવા માટે તેનું ડિજિટાઇઝેશન શરૂ કરવામાં આવ્યું છે. મારી સરકારે સંથાલી ભાષામાં બંધારણનો અનુવાદ કરાવીને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકશાહીમાં મંતવ્યોના મતભેદ જરુરી છે, પરંતુ કેટલાક વિષયો મતભેદથી પરે છે. સરકાર અને સંસદ સાથે મળીને વિકસિત ભારત માટેના પોતાના સંકલ્પને પૂર્ણ કરશે.રાષ્ટ્રપતિના સાંસદોને સફળ સત્રની શુભેચ્છા આપી.




