ARAVALLIGUJARATMODASA

શામળાજીમાં ફોરેસ્ટ કર્મીઓ સામે ગંભીર આક્ષેપ, લાકડા ભરેલા ટ્રક ચાલકને માર માર્યાનો આરોપ – 3 લોકો સામે  પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થયાની પ્રાથમિક માહિતી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજીમાં ફોરેસ્ટ કર્મીઓ સામે ગંભીર આક્ષેપ, લાકડા ભરેલા ટ્રક ચાલકને માર માર્યાનો આરોપ – 3 લોકો સામે  પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થયાની પ્રાથમિક માહિતી

અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાજસ્થાન તરફથી બનાસકાંઠાના દિયોદર તરફ લાકડા ભરીને જઈ રહેલા ટ્રક ચાલકને શામળાજી નજીક ફોરેસ્ટ કર્મીઓએ અટકાવી માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ફોરેસ્ટ કર્મીઓએ ટ્રક ચાલકને રોકી તેની સાથે ઉગ્ર વાદવિવાદ કર્યા બાદ તેને ફોરેસ્ટ કચેરી ખાતે લઈ જઈ મારમારી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. ભોગ બનનાર ટ્રક ચાલકના જણાવ્યા અનુસાર ફોરેસ્ટ કર્મીઓએ તેને પિસ્તોલ બતાવી ધમકાવ્યો હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે.આ સમગ્ર મામલે ભોગ બનનાર ટ્રક ચાલકે શામળાજી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ વ્યક્તિઓ સામે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.ઘટનાને લઈને ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. હવે સમગ્ર મામલે શામળાજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે. તપાસ પૂર્ણ થયા બાદ હકીકતો બહાર આવશે ત્યારે સ્પષ્ટ થશે કે આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ વિડિઓ ની વાત્સલ્યમ સમાચાર પૃષ્ટિ કરતું નથી

Back to top button
error: Content is protected !!