સંતરામપુર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે એજ્યુકેશન ઇનોવેશનલ ફેસ્ટિવલ યોજાયો.

સંતરામપુરમાં ગુજરાત શિક્ષણ વિભાગ, GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ-તાલીમ ભવન, DEO અને DPEO કચેરીઓના સંયુક્ત તંત્રથી ૧૧મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ- યોજાયો.
અમીન કોઠારી મહીસાગર

બાળકો અને શિક્ષકોના અદ્ભુત ઇનોવેટિવ મોડલ્સ,ડિજિટલ શિક્ષણ તકનીકો અને ક્રિએટિવ આઇડિયાઓ જોઈને અદ્ભુત લાગ્યું!
આ પ્રકારના ઇવેન્ટ્સ શિક્ષણને નવી ઊંચાઈએ લઈ જઈને ગુણવત્તા અને નવતાને વેગ આપે છે!
આ કાર્યક્રમ મા મહીસાગર જિલ્લા પંચાયત અધ્યક્ષ બાબુભાઈ પટેલજી, સંતરામપુર MLA ડૉ. કુબેરભાઈ ડીંડોરજી, શિક્ષણ સમિતિ ચેરમેન પીનાકીનભાઈ શુક્લજી, DEO પ્રતિનિધિ એ.કે. તાવિયાડજી, શિક્ષક સંઘ બોર્ડ મેમ્બર વિનોદભાઈ પટેલ, DPEO પ્રતિનિધિ પ્રદીપભાઈ કલાલ તેમજ જિલ્લા-તાલુકાના અધિકારીઓ તેમજ પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના વિધાર્થી ભાઈઓ બહેનો શિક્ષકો તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને શિક્ષક સંઘ ના પદાધિકારી શ્રી ઓ હાજર રહ્યા હતા..




