અંબાજી ના ગબ્બર માં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આવતીકાલ 30 જાન્યુઆરી એ 51 શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવ ને ખુલ્લો મૂકશે

29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજી ના ગબ્બર માં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આવતીકાલ 30 જાન્યુઆરી એ 51 શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવ ને ખુલ્લો મૂકશે. યાત્રિકો માટે નિશુલ્ક માં ના પ્રસાદ સ્વરૂપે નિશુલ્ક ભરપેટ ભોજન ની વ્યવસ્થા કરાઈ. યાત્રાધામ અંબાજી ના ગબ્બર ખાતે આવતીકાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે
શક્તિપીઠ અંબાજીના ગબ્બર તળેટી ખાતે દેશ વિદેશ માં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિરોનો નિર્માણ કાર્ય તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માંહે ઈચ્છા થી 2014માં સ્થાપિત કરવામાં આવ્યા હતા જેમાં ભારત સહીત શ્રી લંકા,બાંગ્લાદેશ નેપાળ અને પાકિસ્તાન જેવા દેશોમાં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિર જેવા જ આબેહૂબ 51 શક્તિપીઠ ની સ્થાપના અંબાજીના ગબ્બર તળેટી ખાતે કરવામાં આવે છે ને આવતી કાલ થી આ 51 શક્તિપીઠ મંદિરોનો 12 મોં પાટોત્સવ શરુ થવા જઈ રહ્યો છે આવતીકાલ 30 જાન્યુઆરી એ ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે 09:30 કલાકે આ 51શક્તિપીઠના પરિક્રમા મહોત્સવની શરૂઆત કરાવશે જેને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહીત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધા સાથે નિઃશુલ્ક ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આમ પરિક્રમા મહોત્સવ ત્રણ દિવસ ચાલશે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું. મિહિર પટેલ (જિલ્લા કલેકટર,બનાસકાંઠા) એ જણાવ્યું હતું જ્યારે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 600 ઉપરાંત સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે તેની સાથે bdds ટિમ ,ડોગસ્કોર્ડ,ઘોડ સવાર પોલીસ જવાન સહિત સિવિલિયન ડ્રેસ માં પણ પોલીસ કર્મીઓ આ મહોત્સવ દરમિયાન ફરજ બજાવશે તેમ પ્રશાંત સુંબે (જિલ્લા પોલીસવડા) એ જણાવ્યું હતું
આ 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપનાની કલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરી હતી કે અંબાજી આવતા શ્રદ્ધાળુઓને એક જ જન્મમાં એક જ દિવસે અને એક જ સમયે 51 શક્તિપીઠ મંદિરોના પરિક્રમા થકી દર્શન નો લ્હાવો મળી શકે તેવા વિઝન સાથે સ્થાપિત કરાયેલા આ 3 દિવસીય મહોત્સવનું આવતી કાલથી શરુ થશે જે ત્રણ દિવસ સુધી ચાલશે આ સમગ્ર આયોજન રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ,અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહીત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત પણે કરવામાં આવ્યું છે. તસવીર-અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ









