
ડેડીયાપાડા સર્જન વસાવા ને નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારત ગૌરવ એવોર્ડ-૨૦૨૬ થી સન્માનિત કરાયા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 29/01/2026 – ઉડાન એક પહલ ફાઉન્ડેશન નવી દિલ્હી દ્વારા શાહ ઓડિટોરિયમ, રાજ નિવાસ માર્ગ સિવિલ લાઇન દિલ્હી ખાતે ” નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જયંતીના “પરાક્રમ દિવસ” નિમિત્તે ” નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારત ગૌરવ એવોર્ડ-૨૦૨૬ નો “ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં તેમજ પત્રકારત્વ ક્ષેત્રે લોકોની પડખે રહી પ્રજાના હિતમાં હરહંમેશ ને માટે અન્યાય, શોષિત, વંચિતો ગરીબોની અભિવ્યકિત નો અવાજ મીડિયાના માધ્યમ થી તંત્ર, સરકાર, લોકો વચ્ચે મૂકી ઉજાગર કરી ન્યાય કાર્ય સુપેરે પાડ્યા સેવાભાવી સામજિક સંસ્થા આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સાથે જોડાઈને ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ એક બખૂબી પણે સામાજિક કાર્ય કરી રહ્યા છે. એવા “નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગારદા નાં યુવા પત્રકાર એવા સર્જન વસાવા એ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે, તેઓ લોક્શાહી નો ચોથો જાગીર સ્થાન તરીકે ઓળખાતા મીડિયા જગત માં પત્રકારત્વનું બિરુદ આપી ઉડાન એક પહલ ફાઉન્ડેશન નવી દિલ્હી દ્વારા આયોજિત નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારત ગૌરવ એવોર્ડ-૨૦૨૬ “ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ એબી.શિવાન, (PVSM, AVSM, VSM), મિકેનાઇઝડ ફોર્સિસ સ્ટ્રાઇક કોર્પ્સ કમાન્ડર, ભારતીય સેનાનાં
હસ્તે નવાજી સન્માનિત કરવામાં આવ્યા છે, અને આગળ પણ મુંબઈ અને નવી દિલ્હી ખાતે ફિલ્મી સિતારાઓ દ્વારા ડો.બાબા સાહેબ નોબેલ એવોર્ડ, પ્રસંશા એવોર્ડ જેવા અનેક એવોર્ડ મેળવી સમાજ અને તાલુકા, જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.
આ પ્રસંગે ભારતના જુદા જુદા રાજ્યો અને જુદા જુદા જિલ્લાઓ માંથી સામાજિક કાર્યકરો, શિક્ષકો,ડોક્ટરો, પત્રકારો, નેતાઓ તેમજ ફિલ્મી કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




