HALVAD:બી.આર.સી.ભવન હળવદ ખાતે પ્રશસ્ત એપ્લીકેશન ના ઉપયોગ માટે આચાર્ય તાલીમનું આયોજન કરાયું

HALVAD:બી.આર.સી.ભવન હળવદ ખાતે પ્રશસ્ત એપ્લીકેશન ના ઉપયોગ માટે આચાર્ય તાલીમનું આયોજન કરાયું
તા. 28-01-2026 ને બુઘવારના રોજ બી.આર.સી ભવન-હળવદ ખાતે સમગ્ર શિક્ષા-ગાંઘીનગર પ્રેરિત, સમગ્ર શિક્ષા-મોરબી માર્ગદર્શિત તથા બી.આર.સી ભવન હળવદ આયોજિત પ્રશસ્ત એપ્લીકેશન ના ઉપયોગ માટેની આચાર્ય તાલીમ યોજાઇ ગઇ.
જેમાં હળવદ તાલુકાની ૧પ૩ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યને પ્રશસ્ત એપ્લીકેશન વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. તાલીમના તજજ્ઞ તરીકે શ્રી રસીકભાઇ બી. પાટડીયા, શ્રી જગજીવનભાઇ કે. દસલાણિયા, શ્રી પ્રવિણભાઇ જે. રાવલ તથા શ્રી પ્રણવભાઇ એસ. રાવલ એ ખુબ સુંદર કામગીરી કરી તાલીમને સફળ બનાવી હતી.
સમગ્ર તાલીમને સફળ બનાવવા માટે હળવદ બી.આર.સી. કો. ઑર્ડિનેટરશ્રી મિલનકુમાર કે. પટેલના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. ભવન હળવદની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.









