થરાદના કરબુણ ગામે દાડમની ખેતી કરતા ખેડૂતોને વળતર ના મળતા કલેક્ટરને કરી રજૂઆત…*

*થરાદના કરબુણ ગામે દાડમની ખેતી કરતા ખેડૂતોને વળતર ના મળતા કલેક્ટરને કરી રજૂઆત…*
અહેવાલ કલ્પેશ બારોટ
થરાદ તાલુકાના કરબુણ ગામે સિંચાઈ વિભાગ ની તળાવો ભરવા માટે પાઇપ લાઇન નાખવામાં આવી છે જેમાં પાઇપ લાઇન ખેતરો માંથી પ્રસાર થતી હોવાથી થોડા સમયે અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતો ના ખેતર માંથી પાઇપ લાઇન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં ખેડૂતો દ્વારા દાડમ નું પાકનું વાવેતર કર્યું હતું જ્યાં કપની દ્વારા વળતર આપવાની બાહેધરી અપાઈ હતી જેમાં હવે ખેડૂતો ને દાડમ ના પાક ને બદલે જીરા ના પાક અંગે વળતર આપવાની હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે જેમાં ખેડૂતોએ દાડમ ના પાકનું વળતર ચૂકવાય તેવી માંગ ને લઈ વાવ થરાદ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ખેડૂતોનું કહેવું છે કે જે તે સમયે દાડમ ના પાક નું વળતર અંગે આશ્વાસન અપાયું હતું હવે અમને પૂરું વળતર મળ્યું નથી અમને પૂરું વળતર મળે તેવી રજૂઆત કરી છે





