AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની શિવારીમાળની દિવ્યાંગ બાળકોની શાળામાં 77માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત “અંધજન તથા શારીરિક દિવ્યાંગ બાળકોની શાળા, શિવારીમાળ” ના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ વંદનાનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ઓડિશા સરકારના ડેપ્યુટી સેક્રેટરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઓડિશા સરકારના સામાજિક સુરક્ષા અને દિવ્યાંગ સશક્તિકરણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી  સન્યાસી કુમાર બેહરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે તેમની સાથે આઈ.ટી.ડી.એ. (ITDA) રાયરંગપુરના પ્રોજેક્ટ મેનેજર સ્વર્ણપ્રવારથ પણ અતિથિ વિશેષ તરીકે જોડાયા હતા.સંસ્થાના ટ્રસ્ટી જયપ્રકાશ મહેતા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઓઢાડી અને સ્મૃતિભેટ આપી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.ધ્વજવંદન બાદ શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી, જેને ઉપસ્થિત સૌએ મન ભરીને વધાવી લીધી હતી.આ પ્રસંગે સંસ્થાના કર્મચારીગણ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક અગ્રણીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતુ.સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ અને સેવાના સંગમ સમાન બની રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!