
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં ગૌકતલનો મોટો ભંડાફોડ: ૧૨ ગૌવંશ બચાવાયા, ગૌમાંસના ૨૫૦ કિ.ગ્રા.મુદામાલ સાથે ૪ આરોપીઓ ઝડપાય
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગૌવંશના કતલના ઇરાદે કરવામાં આવતી હેરાફેરી અને ગૌમાંસના વેપારનો મોટો ભંડાફોડ થયો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુલ ૧૨ ગૌવંશને જીવતા બચાવી લેવામાં આવ્યા, તેમજ આશરે ૨૫૦ કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે સ્થળ પરથી ૪ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે ૭ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ), પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા (અરવલ્લી-મોડાસા) તથા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પશુ હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાના માર્ગદર્શન હેઠળ PSI એસ.એસ. મલેક અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન AHC સતિશકુમાર દીપસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે કસ્બા મોગલવાડા વિસ્તારમાં રેઇડ હાથ ધરવામાં આવી.રેઇડ દરમિયાન આરોપીના ઘરની અંદર ગૌવંશને મરણતોલ હાલતમાં બાંધી રાખેલ હોવાનું તેમજ કતલ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી — ગોર પાટિયા, છરા, ચપ્પા, પાટલીઓ, પ્લાસ્ટિકના મિણીયા, પાણીના જગ, ફ્રીજ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સાથે સાથે ૬ ગાય, ૩ વાછરડી અને ૩ વાછરડા મળી કુલ ૧૨ ગૌવંશને બચાવી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓ
લીયાકત હુસેન દિલાવરખાન બલોચ (ઉ.વ. ૩૩) – સાહે આલમ સોસાયટી, મોડાસા
સદ્દામ અબ્દુલરઉફ કુરેશી (ઉ.વ. ૩૦) – સુકાબજાર, મોડાસા
અસફાકહુસૈન અયુબમીયાં જમાદાર (ઉ.વ. ૬૦) – કસ્બા વિસ્તાર, મોડાસા
ઇરફાન ગુલામનબી બેલીમ (ઉ.વ. ૩૬) – સુકાબજાર, મોડાસા
વોન્ટેડ આરોપી
આરીફ બેલીમ – રહેવાસી: કસ્બા મોગલવાડા, મોડાસા
તેમજ અન્ય ૬ અજાણ્યા ઇસમો
આ સમગ્ર મામલે પશુ સંરક્ષણ અધિનિયમ, પશુ ક્રુરતા અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





