
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારીઃ સમસ્ત કુંકણા સમાજ દ્વારા ૩૦/૦૧/૨૦૨૬ શનિવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે વાંસદાના મનપુર (હેલીપેડ) ખાતે સ્નેહમિલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સમસ્ત કુકણા સમાજ સંગઠન થકી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં સમૂહ લગ્ન, રક્તદાન કેમ્પ, શૈક્ષણિક માર્ગદર્શન, લુપ્ત થતી સંસ્કૃતિનું જતન સાથે સામાજિક પ્રવૃત્તિ થકી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. સમસ્ત કુક્ણા સમાજ ભવન વાંસદાનું નવીનીકરણ કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપુર ગામે (હેલીપેડ) ખાતે વિશાળ મેદાનમાં આશરે ૨૦,૦૦૦ જેટલી જન મેદની ભેગી થનાર છે. આ કાર્યક્રમમાં આદિવાસી ખાના-ખજાના સ્ટોલ સાથે લુપ્ત થતી સંસ્કૃતિને ઉજાગર કરવા સમસ્ત કુકણા સમાજ વાંસદાના પ્લેટફોર્મ ઉપરથી ભેગા થઈ સમાજના બંધારણમાં રચના પૈકી નવા સુધારેલા ધારા ધોરણના નિયમોની ૨૦૨૬ની ત્રીજી આવૃતિનુ પુસ્તકનું વિમોચન કરવામાં આવનાર છે. જેમાં સમાજમાં કુરિવાજો, સામાજીક પ્રસંગોમાં મોટા ખર્ચા, વ્યસનો/દુષણોને દુર કરવા માટેના નિયમો સાથે અનેક સુધારા સાથે પુસ્તકનું વિમોચન કરવામાં આવનાર છે. આ સંસ્કૃતિક કાર્યક્રમમાં સમાજના ઇતિહાસ રજુ થનાર છે, તેમજ સંગઠનની ભૂમિકા તેમજ વ્યવસાય થકી રોજગાર વિશેની માહિતી નવ યુવાનોને જાણવા મળશે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં વ્યવસ્થાપક સમિતિ, જનજાગૃતિ સમિતિ, નાણાકીય સમિતિ, સાંસ્કૃતિક સમિતિ જેવી અનેક ટીમ બનાવી કામગીરીની વહેચણી કરી લુપ્ત થતી આદિવાસી સંસ્કૃતિની જાળવણી માટે તારપા નૃત્ય, કાહળી નૃત્ય, માદળ નૃત્ય, કંસરી કથા, ઘોડા નૃત્ય, કુકણા કોમેડી તેમજ કુકણા સમાજની વિવિધ રસપ્રદ સંસ્કૃતિ સાચવવા માટે અનેક પ્રાચીન નૃત્ય-વાજીત્રો સાથે આ સ્નેહમિલન સાંસ્કૃતિક કાર્યક્રમમાં મનપુર (હેલીપેડ) મેદાન ખાતે રજુ થનાર છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કુંકણા સમાજના લોકોને ઉપસ્થિત રહેવા સ્મસ્ત કુકણા સમાજના પ્રમુખ આર.ડી.ભગરીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




