ચૌધરી સમાજમાં વેસ્ટ ઝોન યુનિવર્સિટી નેશનલ લેવલે પસંદગી પામનાર ખેલાડી

30 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વાસણા (જ.)ગામનો નો અર્પિત ભીખાભાઈ મોર. ચૌધરી સમાજમાં વેસ્ટ ઝોન યુનિવર્સિટી નેશનલ લેવલે પસંદગી પામનાર ખેલાડી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન એમ.એ. ફાઇન આર્ટસ કોલેજ, પાલનપુરના વિદ્યાર્થી અને વાસણા (જ.) ગામના વતની અર્પિત મોર એ ક્રિકેટના મેદાનમાં ઇતિહાસ રચ્યો છે. અર્પિતની વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી નેશનલ કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચૌધરી સમાજમાંથી યુનિવર્સિટી નેશનલ લેવલે પસંદગી પામનાર ખેલાડી બનીને વાસણા (જ.)ગામ અને સમાજનું મસ્તક ગૌરવથી ઊંચું કર્યું છે.અર્પિતમાં ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને પિતા એ નક્કી કર્યું હતું કે દીકરાને શ્રેષ્ઠ તાલીમ આપવી. કોચ સચિન માલેસલામના નેતૃત્વ અને સચોટ માર્ગદર્શન હેઠળ અર્પિત મોર તૈયાર થયો છે. તેમની તાલીમે અર્પિતની રમતને ધાર આપી, જેના કારણે આજે તે આ ઉચ્ચ શિખર સર કરી શક્યો છે. ઉત્તમ કોચિંગ મળી રહે તે માટે દીકરાના કરિયર માટે માતા-પિતાએ આપેલા આ બલિદાનને આજે અર્પિત મોર વેસ્ટ ઝોન નેશનલ લેવલે પસંદગી પામીને સાર્થક કર્યું છે.




