વિજાપુર તાલુકા પંચાયતમાં ગાંધીજી પુણ્યતિથિ અને શહીદ દિવસની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ તથા શહીદ દિવસ નિમિત્તે પંચાયતના પટાંગણમાં ભાવસભર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ ચૌધરી, નાયબ તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ પટેલ તેમજ રાજકીય અગ્રણી મહેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર માહોલ શાંત, ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ રહ્યો હતો. પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતો આ કાર્યક્રમ યોજાયો હતો.





