
પ્રોફેસર એકેડેમી સ્કૂલ, આલાપ કોલોની – કેશોદ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે “ઉમંગ” નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ શરદ ચોકમાં આવેલ ઔદિત્ય બ્રહ્મ સમાજનો વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણીયા, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ભાલારા, ભાજપ શહેર મંત્રી ભરતભાઈ કોરીયા વોર્ડ નંબર 5 ના સદસ્ય વિવેક કોટડીયા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા મહેમાનો પુષ્પગુચ્છ થી તથા મોમેન્ટ અર્પણ કરી શાળાના સંચાલક દેવાંગ ઠુંબર , પાઘડાર સાહેબ, ભરતભાઈ સોજીત્રા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ધોરણ કે.જી. થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ પોતાની વિવિધ કલાત્મક અને સાંસ્કૃતિક પ્રતિભાઓ રજૂ કરેલ. વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને મંચ આપવો, આત્મવિશ્વાસ વધારવો તથા સર્જનાત્મકતા વિકસાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નૃત્ય, ગીત, અભિનય સહિતના વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની વિશેષ કળા રજૂ કરેલ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ વાલીઓ તથા મહેમાનો માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





