માળિયા હાટીના તાલુકાની શિક્ષિકાની ઝળહળતી સિદ્ધિ: ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ
માળિયા હાટીના તાલુકાની શિક્ષિકાની ઝળહળતી સિદ્ધિ: ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ

માળિયા હાટીના તાલુકાની શ્રી તાલુકા પે સેન્ટર શાળા, માળીયાના શિક્ષિકા શ્રીમતી હર્ષાબેન ભુવાએ જૂનાગઢ જિલ્લા કક્ષાએ યોજાયેલા ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી માળિયા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.શિક્ષણ ક્ષેત્રે નવીન વિચારસરણી અને સર્જનાત્મક અભિગમ દ્વારા રજૂ કરાયેલા તેમના ઇનોવેટિવ મોડેલને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મળ્યું હતું. આ સિદ્ધિ બદલ હર્ષાબેન ભુવા તેમજ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.હવે આ સિદ્ધિના આધારે શ્રીમતી હર્ષાબેન ભુવા ઝોન કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર તાલુકા તથા જિલ્લાને માટે ગૌરવની વાત છે.આ પ્રસંગે શાળા પરિવાર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી કામના કરવામાં આવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





