GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહનગરપાલિકા કચેરીએ અને ફુવારા પાસે શહીદ દિવસ નિમિતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી શહેરમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદ વીરોની પાવન સ્મૃતિને નમન કરવા માટે દર વર્ષે જેમ આ વર્ષેપણ તા. ૩૦ જાન્યુઆરીના રોજ ઉજવાતો શહીદ દિન અથવા ગાંધી નિર્વાણ દિવસ ની ગૌરવપૂર્ણ અને ભાવસભર રીતે ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે નવસારી શહેરના ફુવારા ખાતે સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂત્રની આટિ માળા તથા ફૂલહાર અર્પણ કરી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળીને દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદ વીરોને નમન કરવામાં આવ્યું.

આ ઉપરાંત, નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે પણ સાયરનના અવાજ બાદ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શહીદ વીરોની અમર યાદને વંદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા દેશપ્રેમ, ત્યાગ અને બલિદાનના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!