BHARUCHBHARUCH CITY / TALUKO

દબાણો પર બુલડોઝર ફરી વળ્યા:જંબુસરમાં ડેપો સર્કલથી લઇને ફાટક સુધી‎વિસ્તારમાં 400 મીટર જગ્યા ખુલ્લી કરાઇ‎

સમીર પટેલ, ભરૂચ

 

જંબુસરમાં એસટી ડેપો સર્કલથી રેલવે ફાટક સુધીના વિસ્તારોના દબાણો આખરે દૂર કરી દેવામાં આવ્યાં છે. દિવાળી પહેલાં પાલિકાની ટીમ દબાણો દૂર કરવા પહોંચી હતી પણ વેપારીઓએ તહેવાર હોવાથી મહેતલ માગી હતી.
દિવાળી બાદથી પણ આ દબાણો દૂર કરવામાં નહિ આવતાં બે દિવસથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણો દૂર કરી 400 મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
જંબુસર એસટી ડેપો વિસ્તાર અને ડેપો સર્કલથી રેલવે ફાટક વિસ્તાર સુધીના રસ્તા ઉપર લારી ગલ્લાને કેબીનો મૂકીને દબાણ કરેલા વિસ્તારમાં જંબુસર નગરપાલિકા તરફથી બે દિવસથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. દબાણો દૂર કરવામાં આવતાં 400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ પહેલા દિવાળી વખતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ તહેવારોના લીધે સ્થાનિક આગેવાનો અને દબાણ કરતા હવે દિવાળીના તહેવાર માં દબાણ હટાવવાની કામગીરી બંધ કરવા અપીલ કરવામાં આવી હતી અને દિવાળી પછી સ્વૈચ્છિક દબાણ હટાવવા જણાવ્યું હતું .
પરંતુ તેમ ન કરતા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયક તથા કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ સાથે દબાણો દૂર કરવામાં માટે પહોંચ્યાં હતાં.
પાલિકાની ટીમ અને વેપારીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઇ હતી. પાલિકાની ટીમે કોઇની પણ શેહશરમ રાખ્યા વિના દબાણો દુર કરી દીધાં હતાં. દબાણો દૂર કરવામાં આવતાં 400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!