
ઓગડના શિરવાડા ખાતે પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ અંતર્ગત પશુ શિબિર યોજાઈ..
ઓગડ તાલુકાના શિરવાડા ખાતે આવેલ આનંદવાડીના પ્રાંગણમાં બ.કાં.જીલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના અને પશુ વિજ્ઞાન કેન્દ્ર થરાના સંયુકત ઉપક્રમે “પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ-૨૦૨૬ અંતર્ગત પશુપાલક અને ખેડુત શિબિરનુ આયોજન કરવામાં આવેલ. જેમાં પશુ ચિકિત્સા અધિકારી ડો.દશરથભાઈ ચૌધરી થરા,પશુ ઉછેર કેન્દ્ર થરાના તજજ્ઞ ડો. ચેતનાબેન મોદી,વિસ્તરણ વિભાગ દાંતિવાડા કોલેજના મદદનિશ પ્રાધ્યાપક ગિરીશભાઈ ચૌધરી,ડો.કેલ્વીનાબેન પટેલ, પશુનિરીક્ષક જે.જે.સાધુ સહિત ના પશુનિષ્ણાતોએ એમની પ્રાદેશિક શૈલીમાં પશુપાલકોને રસીકરણ ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.તેમજ પશુની માવજત,પશુ પોષણ અને સરકારના પશુપાલન ખાતા દ્વારા આપવામાં આવતી વ્યકિતગત સહાયકીય યોજનાઓ,તેમજ નફાકારક પશુપાલન કઈ રીતે કરવુ અને કઈ રીતે કરી શકાય તે વિષય ઉપર ઉપસ્થિત નિષ્ણાતોએ પશુપાલકો સાંભળ્યા બાદ એનુ અનુકરણ કરે તેવી સારી અને સમજાય તેવી ગામઠી શૈલીમાં દરેક વિષયને લગતી માહિતી આપી દરેક પશુપાલકોને માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે વિશાળ સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહી માહિતી એકત્રિત કરી હતી.કાર્યક્રમના અંતે નાસ્તો પાણી કરી સૌ પશુપાલકો છુટા પડયા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





