MORBI:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

MORBI:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર સહિતના અધિકારી-કર્મચારીઓએ બે મિનિટ મૌન પાળી શહીદોને નમન કર્યા
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રણેતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ એટલે કે ૩૦મી જાન્યુઆરીને સમગ્ર દેશમાં ‘શહીદ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મૌન પાળી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટર કચેરીના અધિકારીશ્રીઓ અને સ્ટાફે બે મિનિટનું મૌન ધારણ કર્યું હતું. આ તકે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદો અને પૂજ્ય બાપુના અહિંસક સંઘર્ષને યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ શ્રદ્ધાંજલિ વખતે પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના વડાઓ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારીઓ શિસ્તબદ્ધ રીતે જોડાઈને શહીદો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.








