
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ચીખલી ફડવેલ મુખ્ય રસ્તાને જોડતો માકડ દગડથી પીંજાર ફળિયા થઈ સોનારીયા સુધીનો રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં હોય.૧૩ વર્ષ પહેલા આ રસ્તો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ એના પર કોઈપણ જાતનું કામ થયું નથી.અગાઉ પણ અનેક વખત પીંજાર ફળિયાના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં આ સમસ્યાને ધ્યાને લેવામાં આવતી નથી.ઉપરોક્ત રસ્તાનો ઉપયોગ પિંજરફળિયા,દેસાઇ ફળિયા, સોનારિયા,વાંદરવેલાના ૭૦૦-૮૦૦ રાહદારીઓ દરરોજ અવરજવર રહેતી હોય છે. બળદગાડીઓ, દ્રીચક્રી વાહનો, કાર,ટ્રક જેવા ૨૦૦ થી વધુ વાહનો રાત- દિવસ સતત અવર-જવર કરે છે. અને ખરાબ રસ્તાને લીધે અવારનવાર અકસ્માતો થાય છે.ખેડૂતો,ખેતમજુરો ,સિનિયર સિટીજનો, શાળાનાં વિધાર્થીઓ અને ધંધાદારીઓ આ ખરાબ રસ્તાના લીધે ખુબજ અગવડતા ભોગવી રહયાં છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં અંકિત પટેલ દ્વારા જણાવવામાં આવે છે કે એક બાજુ સરકાર કહે છે કે બાળકો ઘરથી લઈને સ્કૂલ સુધી સુરક્ષિત પહોચે પરંતુ ખરાબ રસ્તાના લીધે બાળકો પણ અનેકવાર અકસ્માતના ભોગ બન્યા છે. વિકસિત ગુજરાતમાં અમો આદિવાસીઓ માટે સદર જર્જરિત રસ્તો અવરોધરુપ થઈ ગયો છે.જો આવનારાં સમયમાં આ રસ્તો નહીં બને તો અમે બંને ફળિયા ના રહીશો આવનારી ચુંટણી નો બહિષ્કાર કરીશું. જેની નોધ લેશો.આ રસ્તા બાબતની રજુઆત અગાઉ પણ ફળિયાના જાગૃત નાગરિકો દ્વારા સાંસદ ધવલ પટેલથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક વખત કરવામાં આવી છે. પરંતુ અમે આદિવાસી હોવાથી અમારી સાથે ઓરમાયું વર્તન કરીને અમારી રજુઆતોને બદઇરાદે અવગણવામાં આવે છે.




