Rajkot: વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઓનલાઈન યોગ કાર્યક્રમનું આયોજન

તા.૩૦/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વિશ્વ કેન્સર દિવસના અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર ૪ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવારના રોજ સવારે ૭.૦૦ થી ૮.૦૦ વાગ્યા સુધી વિશેષ ઓનલાઈન યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.નાગરિકો આ કાર્યક્રમમાં જોડાવા માટે QR કોડ દ્વારા અથવા https://cancer-awareness-camp.vercel.app/?ref=VANDA1 પરથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
આ કાર્યક્રમમાં યોગ, પ્રાણાયામ, આયુર્વેદ તથા યોગ આધારિત જીવનશૈલી દ્વારા કેન્સર સામે કેવી રીતે લડી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમ YouTube Live – Gujarat State Yog Board માધ્યમથી પ્રસારિત કરવામાં આવશે, જેથી રાજ્યભરના નાગરિકો સરળતાથી જોડાઈ શકે.કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજી વિશેષ માર્ગદર્શન આપશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ ઓનલાઈન યોગ કાર્યક્રમમાં જોડાઈ સ્વસ્થ જીવન તરફ આગળ વધવા અપીલ કરવામાં આવી છે.



