જેલમાં પણ શિક્ષણ , શિસ્ત અને સંસ્કારની માનવઅધીકાર સહ તાલીમ

અત્રેની અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે તારીખ ૨૭/૦૧/૨૦૨૫ના રોજ ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત કાચા/પાકા બંદીવાનોના બાળકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે, UPSC, GPSC, SSC, RRB, IBPS, SBI, UGC-NET, પોલીસ, જેલ, આર્મી, અધ્યાપક, પંચાયત અને અન્ય રાજય કે કેન્દ્ર સરકારની ભરતી પરીક્ષાઓ પાસ કરી નિમણૂંક પામેલ બંદીવાનોના બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવા માટે માન.ડી.જી.પી.શ્રી ડો.કે.એલ.એન.રાવ, IPSનાઓના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ.
આ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષકશ્રી (જેલ), અધિક્ષકશ્રી ગૌરવ અગ્રવાલ, IPS, નાયબ અધિક્ષકશ્રી પી.આઇ.સોલંકી તેમજ અન્ય અધિકારી/કર્મચારી તેમજ યોજનાના લાભાર્થીઓ તથા બંદીવાન ભાઇઓ હાજર રહેલ હતા.
‘વિકાસદીપ’ યોજના અન્વયે રાજયની જેલોમાં રહેલ બંદીવાનો પૈકીના બે પાકા બંદીવાનોના બાળકો ગુજરાત સરકારશ્રીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરી પસંદગી પામેલ છે. જે પૈકી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે રહેલ બંદીવાન રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા જેઓ ધોરણ ૧૨ પાસ છે. તેઓના પુત્ર શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૨૦૨૪ માં બહાર પાડેલ ભરતી પ્રક્રિયામાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલમાં પસંદગી થયેલ છે. તેમજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રહેલ જેલમુક્ત પાકા બંદીવાન સુરસંગભાઈ ભાવસંગભાઇ સોલંકી જેઓ ધોરણ ૦૭ પાસ છે. તેઓના પુત્ર ઉદયરાજ સુરસંગભાઈ સોલંકીનાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ જુનીયર કલાર્ક સ્પર્ધાત્મક પરીક્ષા એપ્રિલ-મે ૨૦૨૪ માં લેવાલેય પ્રિલીમ પરીક્ષા ઉત્તીર્ણ કરેલ. માહે જુન -૨૦૨૫ માં લેવાયેલ મેઈન્સ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ અને ગ્રાહક બાબતોનો વિભાગમાં કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, અઠવા લાઈન્સ, સુરત ખાતે જુનીયર કલાર્કમાં નિમણૂંક પામી તા.૧૭-૧૨-૨૦૨૫ ના રોજ ફરજો ઉપર હાજર થયેલ છે. ઉપરોક્ત બન્ને બંદીવાનોના બાળકોને માન.ડી.જી.પી.શ્રી ડો.કે.એલ.એન.રાવ, IPSનાઓના વરદહસ્તે ‘વિકાસદીપ’ યોજના અન્વયે રોકડ ઈનામ રૂા.૧૫,૦૦૧/ + મોમેન્ટો + પ્રમાણપત્ર આપવમાં આવેલ છે અને બન્ને લાભાર્થીનાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી. તેમ મધ્યસ્થ જેલ અમદાવાદના પબ્લીક રીલેશન ઓફીસર શ્રી પરમારની યાદી જણાવે છે






