BANASKANTHAPALANPUR

ડિજિટલ ઇન્ડિયા, સિક્યોર ઇન્ડિયા’ વિષય પર જી. ડી. મોદી વિધાસંકુલ, પાલનપુરમાં રાષ્ટ્રીય સંમેલન યોજાયો

31 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આર. આર. મહેતા સાયન્સ કોલેજ અને સી. એલ. પરીખ કૉલેજ ઑફ કોમર્સ, પાલનપુર તથા આઇક્યુએસી દ્વારા ગુજરાતના શિક્ષણ વિભાગની રિસર્ચ પ્રમોશન યોજના અંતર્ગત નોલેજ કન્સોર્ટિયમ ઑફ ગુજરાત (કેસીજી)ના આર્થિક સહયોગથી “ડિજિટલ ઇન્ડિયા, સિક્યોર ઇન્ડિયા: ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં સાયબર સુરક્ષાની વ્યૂહરચના અને અભિગમો” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સંમેલન તા. ૨૯-૦૧-૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનનું મુખ્ય આયોજન સ્થળ શ્રીમતી લીલાબેન સી. પરીખ ઑડિયો-વિઝ્યુઅલ સેન્ટર હતું.
સંમેલનની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રજ્જવલનથી થઈ. કાર્યક્રમમાં કુલ ૨૫૦થી વધુ સંશોધન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વ્યવસાયિકોએ ભાગ લીધો હતો. બીકેડીકેએમના ઉપપ્રમુખ શ્રી આર. વી. શાહ ખાસ ઉપસ્થીત હતા તેમજ તેમણે આશીર્વચન પાઠવ્યા હતા.
સંમેલનના કી નોટ સ્પીકર તરીકે ડૉ. ચિરાગ એસ. ઠાકર (પોફેસર,એલડીસીઈ, અમદાવાદ) હતા, જેમણે દેશમાં ડિજિટલ પરિવર્તનને સુરક્ષિત બનાવવા માટેની રાષ્ટ્રીય વ્યૂહરચના અને ભવિષ્યની તૈયારીઓ પર પ્રકાશ પાડ્યો.
રાષ્ટ્રીય સંમેલનમાં એલ.ડી. કોલેજ ઑફ એન્જિનિયરિંગ, અમદાવાદના ઇન્ટીગ્રેટેડ સર્કિટ એન્જિનિયરિંગ વિભાગના અધ્યક્ષ તથા વરિષ્ઠ શિક્ષણવિદ્ પ્રો. મનીષ ઠાકર દ્વારા “નવપ્રવર્તન ઈકોસિસ્ટમ અને ઇન્સ્ટિટ્યૂટ સ્તરે વિદ્યાર્થી સ્ટાર્ટઅપ પોલિસીનું અમલીકરણ” વિષય પર જ્ઞાનવર્ધક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
તેમના વક્તવ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન અને તેના અમલીકરણ માટે જરૂરી રણનીતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રો. ઠાકરે જણાવ્યું કે, “શિક્ષણનું ધ્યેય હવે માત્ર નોકરી શોધનાર નહીં, પણ નોકરી આપનાર વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું હોવું જોઈએ.”
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના પોસ્ટ ગ્રેજ્યુએટ વ્યવસાય અભ્યાસ વિભાગના વરિષ્ઠ શિક્ષણવિદ્ પ્રો. એસ.પી. મછાર દ્વારા સંમેલનમાં “ડિજિટલ ઇન્ડિયા: સંભાવનાઓ અને પડકારો” વિષય પર સમગ્ર અને સંતુલિત વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું હતું.સંમેલનમાં ડિજિટલ ઇન્ડિયા ઇકોસિસ્ટમમાં સાયબર સુરક્ષાનો ઉદભવ, રાષ્ટ્રીય સાયબર સુરક્ષા ફ્રેમવર્ક અને નીતિઓ, ઉભરતા સાયબર ધમકીઓ, જોખમ વ્યવસ્થાપન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની ભૂમિકા, ડિજિટલ નીતિ અને ગોપનીયતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ. વિકસિત ભારત @૨૦૪૭ના સંદર્ભમાં સુરક્ષિત ડિજિટલ પરિવર્તન માટેની નીતિઓ, ક્ષમતા નિર્માણ અને ભવિષ્યના રોડમેપ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો.બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ ના એકેડેમીક ડાયરેક્ટર ર્ડા. અમીત પરીખ અને આચાર્ય ડૉ. યોગેશ બી. ડબગર ના માર્ગદર્શન હેઠળ ર્ડા. કે. વી. મહેતા, ર્ડા. એસ. એચ. પ્રજાપતી, પ્રો. આર. ડી. વરસાત, પ્રો. હેતલ રાઠોડ, ર્ડા. કે. કે. માથુર તથા બધાજ સ્ટાફમીત્રોના સહયોગથી કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષકો તથા વ્યવસાયિકોએ સક્રિય ભાગ લીધો હતો. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારત @૨૦૪૭ના દ્રષ્ટિકોણ સાથે સુરક્ષિત અને સહનશીલ ડિજિટલ પર્યાવરણના નિર્માણમાં ફાળો આપવા માટે જરૂરી જ્ઞાન, કૌશલ્ય અને દ્રષ્ટિ પ્રદાન કરવાનો હતો. સંમેલન સફળતાપૂર્વક પૂર્ણ થયાના અવસરે સહભાગીઓએ તેમના અનુભવો અને શીખને સાંકળવા માટે વિચાર-વિનિમય કર્યો. તથા સર્ટીફીકેટ વિતરણ કરાયું.

Back to top button
error: Content is protected !!