GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો

 

MORBI:મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો

 

મોરબી,વી.સી.હાઇસ્કુલ ખાતે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ (DIET) મોરબી દ્વારા આયોજીત ૧૧,માં જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં મોરબી તાલુકાની 6 (છ),હળવદ,3 (ત્રણ),ટંકારા – 2 (બે) વાંકાનેર 4 (ચાર) કૃતિ શિક્ષકોએ તૈયાર કરી હતી જેમાં નેચરલ હાઈજીન મેનેજમેન્ટ ઇન સ્કૂલ, સુંદરતાનું રહસ્ય રસોડું, રમત દ્વારા અસરકારક શિક્ષણ,નો પેન્ડિગ,નો વેઇટિંગ, પઝલ દ્વારા અધ્યયન નિષ્પતીઓનું કઠિનતાથી સરળતા તરફ પ્રયાણ, ચાલો વાંચતા શીખીએ,THE RECESS-MIND BOOSTER વગેરે શિક્ષણ ક્ષેત્રે નૂતન પ્રયોગો કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતા ડાયટના પ્રાચાર્ય સંજયભાઈ મહેતા,સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા સી.લેક્ચરર ડો.ગંગાબેન વાઘેલા, બીઆરસી કો.ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા તેમજ શિક્ષક સંગઠનના હોદેદારો તેમજ પાંચેય તાલુકામાંથી 500 જેટલા શિક્ષકોએ ઈનોવેશન ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી,તમામ ઇનોવેટર્સ સાથે રૂબરૂ મુલાકાત કરી, તેમના પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા,શિક્ષકો દ્વારા કરવામાં આવતા આવા ઇનોવેશનથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય છે અને વિદ્યાર્થીઓને શીખવાની પ્રક્રિયામાં નવો આનંદ મળે છે. એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલને સફળ બનાવવા ડાયટ અને બીઆરસી – મોરબીની ટીમ તેમજ જિલ્લા ઇનોવેશન કોર્ડીનેટર તરીકે ડાયટ મોરબીના સંશોધન અને તાલીમ સહાયક જિજ્ઞાસાબેન રાઠોડ તેમજ માધવનભાઈ સતાણી દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!