
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં મેંદરડા તાલુકાના આલીધ્રા ક્લસ્ટરમાં ફરજ બજાવતા બહાદુર સિંહ વાળાએ તેમણે રચેલા કાવ્યસંગ્રહ માંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના માધ્યમથી બનાવેલા ગીતોનું એનિમેશન કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. તેમના દ્વારા થયેલ આ ઇનોવેશનનો આશરે 28,000 જેટલા બાળકોએ લાભ લીધેલો છે. વિદ્યાર્થીઓમાં વિવિધ મૂલ્યો નો વિકાસ થાય, વાંચનને લગતી વિવિધ અઘ્યયન નિષ્પતિઓનો વિકાસ થાય, તથા વિદ્યાર્થીઓ રમતા રમતા આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે બાબતે તેમનું આ ઇનોવેશન ખુબ સુંદર યોગદાન આપે છે. તેમના ઇનોવેશનથી સમગ્ર ગુજરાતી બાળકોને ફાયદો થઈ રહ્યો છે. આગળ હવે તેઓ ઝોન કક્ષાએ પ્રિપેરેટરી વિભાગમાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





