BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચના કંથારીયા,ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ- SIRમાં ગેરરીતીના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના કંથારીયા,ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસમાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ઓનલાઈન/ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે. ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે BLO દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે.આથી BL0 અનેસુપરવાઈઝર ને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે રાખીને જ તપાસ કરવામાં આવે. જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!