ડાયટ ભરૂચ ખાતે ૧૧ મો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો


સમીર પટેલ, ભરૂચ
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત તારીખ.29.1.26 અને 30.1.2026 ના રોજ બે દિવસીય એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે યોજવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ તથા અન્ય મહાનુભાવો તરીકે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી હરિકેતન ટંડેલ, ડાયટ પ્રાચાર્ય રેખાબેન સેંજલિયા, ડાયટના લેક્ચરરો,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિગ્વિજયસિંહ તથા તમામ સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.આ ઈનોવેશનના મુખ્ય કન્વીનર યતીનભાઇ અને મહેન્દ્રભાઈએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સચિન શાહ દ્વારા સુંદર માગૅદશૅન આપવામાં આવ્યું અને તમામ મહાનુભાવોના હસ્તે ઇનોવેશન ફેસ્ટિવલનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.તેમના દ્વારા તમામ ઇનોવેશન કરનારા શિક્ષકોના સ્ટોલની મુલાકાત લીધી. આભાર વિધિ ડાયટ ભરૂચના લેકચરર ડૉ. જતીન એચ મોદીએ કરી હતી. વિવિધ વિભાગોમાં ફાઉન્ડેશનલ સ્ટેજમાં ૬ કૃતિ, પ્રિપ્ર્રેટરી સ્ટેજમાં ૭ કૃતિ,મિડલ સ્ટેજમાં ૧૫ કૃતિ અને માધ્યમિક વિભાગમાં ૫ કૃતિ
એમ કુલ ૩૩ શૈક્ષણિક ઇનોવેશન રજૂ થયા હતા. દરેક તાલુકાના ૪૦૦ શિક્ષકો દ્વારા આ ઇનોવેટર શિક્ષકોનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.તેમાંથી ઝોન કક્ષાએ શ્રેષ્ઠ ૪ કૃતિઓ ભાગ લેશે.




