
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ટેટ-1 નું પરિણામ જાહેર: 10,000 વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
૦૦૦
ભરતી અને આગામી ટેટ-1 પરીક્ષાનું જાહેરનામું તાત્કાલિક બહાર પાડવા ઉમેદવારોની પ્રબળ માંગ
મુંદરા,તા.31: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની યોગ્યતા કસોટી (ટેટ-1) નું ફાઈનલ પરિણામ શુક્રવાર, 30 જાન્યુઆરી 2026 ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 10,000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ પર 10,000 વિદ્યાસહાયકોની નિમણૂક પ્રક્રિયા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.
————————-
આ વર્ષે ટેટ-1 નું પરિણામ 12.03% નોંધાયું છે, જે અગાઉના વર્ષો કરતા નોંધપાત્ર છે. પરિણામની વિગતો નીચે મુજબ છે:
* કુલ ઉમેદવારો: 1,01,525 (અરજી)
* કુલ ઉમેદવારો: 91,628 (ઉપસ્થિત)
* કુલ પાસ ઉમેદવાર: 11,027
* 90 કે તેથી વધુ ગુણ: 4,949 ઉમેદવારો (જેમાં તમામ કેટેગરીનો સમાવેશ થાય છે).
* 82 થી 89 વચ્ચે ગુણ: કુલ 7,460 ઉમેદવારોએ આ સ્કોર મેળવ્યો છે. જેમાંથી અનામત કક્ષા (SC, ST, OBC, EWS અને વિકલાંગ) ના 6,078 ઉમેદવારો પાસ જાહેર થયા છે. જ્યારે બિન-અનામત કક્ષાના 1,382 ઉમેદવારો 82 થી વધુ ગુણ હોવા છતાં નિયમ મુજબ લાયક ગણાશે નહીં. આમ કુલ 11,027 ઉમેદવારો હવે વિદ્યાસહાયકની ભરતી માટે અરજી કરવા પાત્ર બન્યા છે.
—————————
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાની પ્રક્રિયા અત્યંત ઝડપી અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે:
* 24 ડિસેમ્બર 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી.
* 31 ડિસેમ્બર 2025: ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા.
* 17 જાન્યુઆરી 2026: તજજ્ઞોની કમિટી દ્વારા ચકાસણી બાદ ફાઈનલ આન્સર કી જાહેર થઈ.
* 30 જાન્યુઆરી 2026: ફાઈનલ પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું.
બોર્ડની યાદીમાં જણાવાયું છે કે ઉમેદવારો પોતાનું પરિણામ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે અને ટૂંક સમયમાં જ તમામ ઉમેદવારોને રજિસ્ટર પોસ્ટ મારફતે તેમના સરનામે પ્રમાણપત્ર (સર્ટિફિકેટસ) મોકલી આપવામાં આવશે.
એક તરફ 10,000 શિક્ષકોની ભરતીની આશા જાગી છે તો બીજી તરફ નાપાસ થયેલા 80,601 ઉમેદવારોમાં નિરાશા ન વ્યાપે તે માટે નવી ટેટ-1 પરીક્ષાનું જાહેરનામું સત્વરે બહાર પાડવાની માંગ ઉઠી છે. ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે કે આન્સર કી બાબતે કોર્ટ કેસમાં સમય બગાડવાને બદલે નાસીપાસ થવાને બદલે ‘માનો તો હાર છે, બાકી કાલે નવો વાર છે’ એ ઉક્તિ મુજબ નવી પરીક્ષાની તૈયારીમાં જોડાઈ જવું હિતાવહ છે.
————————-
ઉમેદવારોની મુખ્ય માંગણીઓ:
* પાસ થયેલા 11,027 ઉમેદવારો માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત તાત્કાલિક બહાર પાડવામાં આવે.
* બાકી રહી ગયેલા 80,000થી વધુ ઉમેદવારો માટે આગામી ટેટ-1 પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




