WAKANER:વાંકાનેર વિઠ્ઠલપર ગામના પાટીયા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

WAKANER:વાંકાનેર વિઠ્ઠલપર ગામના પાટીયા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વિઠ્ઠલપર ગામના પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે રાજકોટના શખ્સને ઝડપી લઈ વિદેશી દારૂની 252 બોટલ દારૂ તેમજ એક કાર અને મોબાઈલ મળી રૂ.7.82 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વિદેશી દારૂના કેસમાં અન્ય એક આરોપીનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે સચોટ બાતમીને આધારે વિઠ્ઠલપર ગામના પાટિયા પાસેથી પસાર થતી શંકાસ્પદ કાર નંબર જીજે -03 – પીએમ 5755 અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી સુનિલ હરેશભાઈ ઉર્ફે હકાભાઈ સાકરીયા રહે. 150 ફૂટ રિંગ રોડ, બાલાજી હોલ પાછળ, સાગર ચોક વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 252 બોટલ મળી આવતા કિંમત રૂપિયા 2,72,200 એક કાર કિંમત રૂપિયા 3 લાખ સહિત કુલ રૂ.3,82,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીની પૂછતાછમાં દારૂનો આ જથ્થો આરોપી સીરાજ રજાકભાઈ લિંગડિયા રહે.ખ્વાજા ચોક જંગલેશ્વર વાળાંનો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.








