
વિજાપુર ડાભલા બેઠક વિસ્તારમાં કોંગ્રેસનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ડાભલા બેઠક વિસ્તારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેટ અશોકસિંહ વિહોલ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એલ.એસ. રાઠોડ, યુથ કોંગ્રેસના પ્રમુખ અમિતજી મકવાણા, કુકરવાડાના કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ શંકરલાલ પટેલ, ડી.ડી. રાઠોડ સહિત કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જનસંવાદ દ્વારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને એકતા વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષને ગ્રામ્ય સ્તર સુધી વધુ સક્રિય બનાવવા માટે સૌએ મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.




