IDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉઠી

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉઠી છે. પોશીના તાલુકાના ઢોલનગારા સહિત બારા ગામના સ્થાનિક રહેવાસીઓએ વિકાસના અભાવ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે અને આગામી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ધમકી આપી છે.

સ્થાનિક લોકોએ ઢોલ-નગારા વગાડીને અને બેનરો લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી રોડ-રસ્તા, વીજળી, પાણી સહિત મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. ગામોમાં શાળા-કોલેજની સમસ્યાઓ પણ ગંભીર છે, પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ નોંધપાત્ર વિકાસ કામો થયા નથી.

“ડિજિટલ ગુજરાત”ના નારા વચ્ચે આ અંતરિયાળ વિસ્તારોમાં વિકાસની પહોંચ પહોંચી નથી રહી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. ગામલોકોએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી વિકાસના વાયદા પૂરા ન થાય અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ મતદાન કરવાનું ટાળશે.

આ વિરોધમાં બેનરો પર “વિકાસથી વંચિત રાખનાર તંત્ર સામે વિરોધ” જેવા સૂત્રો લખાયા હતા. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વર્ષોની અવગણના પછી હવે તેઓ ચૂંટણી દ્વારા પોતાનો અવાજ બોલાવવાને બદલે બહિષ્કારનો માર્ગ અપનાવી રહ્યા છે.

અહેવાલ: જયંતિ પરમાર, સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!